મોરબી : સરકારના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર (૮BHP થી વધુ), છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ, દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ, ગ્રીન હાઉસ/નેટ હાઉસ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર,સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ ના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ, દરેક ખેડુતો માટે તથા કાચા મંડપ (ફક્ત અનુ.જાતીના ખેડુતો માટે) તથા ફળ/શાકભાજીના વેચાણકારો માટે છત્રી આપવાની યોજનામા લાભ લેવા માટે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઓન લાઇન અરજીઓ માટે તા. ૧૨-૦૮-૨૦૨૦ થી તા. ૧૫-૦૯-૨૦૨૦ સુધી તથા (૧) પોલી પ્રોપલાઇન કવર (વેજીટેબલ્સ ) (૨) પોલી પ્રોપલાઇન કવર (બનાના) (૩) પોલી પ્રોપલાઇન કવર (પ્રોમગ્રેનેટ ) માટે તા. તા.૨૫/૦૮/૨૦૨૦ થી તા. ૩૦/૦૯/૨૦૨૦ તથા પ્રોજેક્ટ બેઇઝ ઘટકો માટે તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી I-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગે નો તલાટી મંત્રી નો દાખલો, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે રજુ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવેલ છે.