મોરબી : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીનાં પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે, માર્કેટ યાર્ડમાં આવે ત્યારે તેમનો માલ તાડપત્રી ઢાંકીને લાવે જેથી નુકશાનીથી બચી શકાયકમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે, પોતાનો માલ તાડપત્રી ઢાંકીને લાવે તથા માલ ઉતારી લીધા પછી પછી તાલપત્રી ઢાંકી દેવામાં આવે. જેથી માલનો બગાડ ન થાય. સાથે જ વેપારીઓને પોતાનો માલ પોતાના ગોડાઉનમાં ખસેડી લેવા જણાવાયું છે. આ અંગે એજન્ટ ભાઈઓએ ખેડૂતોને જાણ કરવા પણ જણાવાયું છે.