મોરબી : આજરોજ પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે રફાળેશ્વર તાલુકા શાળાની વિવિધ પેટા શાળાના આચાર્યોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં રફાળેશ્વર તાલુકા શાળાની પેટાશાળા પ્રેમજી નગર પ્રાથમિક શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તાની જિલ્લા ફેર થી જુનાગઢ જિલ્લામાં બદલી, નવા મકનસર પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરભાઈ રાઠોડની બઢતી સાથે વાંકાનેર તાલુકામાં મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે બદલી તથા વાદી વિસ્તાર પ્રાથમિક શાળાના આચાર્ય અજયભાઈ ખખ્ખરની વય નિવૃતિ થતા તેમનો વિદાય સમારોહ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં સી.આર.સી. કો. ઓર્ડીનેટર રમેશભાઈ હુંબલ, ધીરુભાઈ જાકાસણીયા, મયુરભાઈ રામાવત, અશોકભાઈ ઘોડાસરા, રમેશભાઈ છૈયા, આશિષભાઈ ચૌહાણ, કિશોરભાઈ ભટાસણા, પરેશભાઈ પઢારીયા તથા સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા.