મોરબી : મોરબી તાલુકાના ફડસર ગામે દેવીપૂજક વિસ્તારમાં આજે કોઈ કારણોસર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ આગમાં ૭ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે દેવીપૂજક વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ૭ જેટલા ઝૂંપડાઓ બળીને ભસ્મ થઈ ગયા હતા. બાદમાં આગ પર પાણીનો મારો ચલાવવામાં આવતા આગ કાબુમાં આવી હતી. દેવીપૂજક વિસ્તારમાં લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='23684,23685,23686,23687']