મોરબી : શરદ શિયાળુ રમોત્સવ/ ખેલ મહાકુંભમાં ધોળીબહેન જયરાજભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં ધો. 11માં અભ્યાસ કરતી મારવાણીયા દેવાંશી પ્રકાશભાઈ યોગાસન સ્પર્ધામાં ભાગ લઇ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ ભાગ લેવા ગયેલ હતી. જેમાં તેણે રોકડ રૂપિયા 5,000નો પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત, સ્વામી વિવેકાનંદની 157મી જન્મ જયંતી નિમિત્તે સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં 481 સૂર્યનમસ્કાર કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરી રોકડ 1000 રૂપિયાનો પુરસ્કાર તથા સાયકલ મેળવેલ છે. જે બદલ શાળા પરિવાર તરફથી દેવાંશીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.