જિલ્લા પંચાયત પ્રમુખ ચીખલીયા અને શિક્ષણ સમિતિ ચેરમેન પરસરા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત મોરબી : રાજ્ય સરકારના આદેશથી મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રથમ સત્ર મૂલ્યાંકનનો કાર્યક્રમ નક્કી કરી અમલવારી કરવા આદેશ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શિક્ષણ સમિતિ ચેરમેન ગુલામભાઈ પરસરા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરી આ પરિપત્રનો વિરોધ કરાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી દ્વારા પ્રથમ સત્ર મૂલ્યાંકન ૨૦૧૮નો હુકમ કરી અમલ કરવા જણાવતા આ પરિપત્રનો વિરોધ કરી જણાવ્યું હતું કે આ પરિપત્રનો અમલ થાય તો કર્મચારીઓને મુશ્કેલી પડે તેમ છે અને વિદ્યાર્થીઓનું હિત સચવાય તેમ નથી આથી આ પરિપત્રની અમલવારી જિલ્લા શિક્ષણ સમિતિની શાળાઓમાં કરવાની થતી નથી. આ સંજોગોમાં આ પરિપત્રનો વિરોધ કરી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શિક્ષણ સમિતિ ચેરમેન ગુલામભાઈ પરસરા દ્વારા જૂની પદ્ધતિ અમલી બનાવવા રજુઆત કરવામાં આવી છે.