આ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા IMAની અપીલ મોરબી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી બ્રાન્ચના પ્રમુખ ડો. વિજય ગઢીયા અને ડો. દિપક અઘારા દ્વારા મોરબી શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે વર્તમાન કોરોના મહામારીની બીજી લહેરને અનુલક્ષીને નીચેની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. કોરોના વાયરસનાં લક્ષણો તાવ, શરીર ધ્રુજવું, શ્વાસની તકલીફ, માથાનો દુઃખાવો, કફ/વહેતું નાક, ગળાનો દુઃખાવો કોરોના વાયરસ સામે સાવચેતી 1. ખુબ જ જરૂરી કામકાજ અર્થે જ ઘરની બહાર નીકળવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. 2. કોઇપણ જાહેર સ્થળે બીનજરૂરી ભીડ-ભાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. 3. ઘરની બહાર નીકળતી વખતે મોં-નાક વ્યવસ્થીત ઢંકાય તે રીતે સારી ગુણવતા વાળું માસ્ક પહેરીને જ બહાર નીકળવું તથા માસ્ક ઔપચારીકતા પુરતું ગળામાં જ ન રાખતા મોં અને નાક ઉપર જ રાખવું. 4. બહારથી ઘરમાં પ્રવેશ કરતાં પહેલા હાથ-મોં વગેરેને બરાબર યોગ્ય રીતે સાબુથી સાફ કરીને જ ઘરમાં પ્રવેશ કરવો. 5. રોગ પ્રતિકારક શકિત વધે તેવો પૌષ્ટીક ખોરાક ગરમ પીણા તથા વિટામીન્સ વગેરેની ગોળીઓ જરૂરી માત્રામાં લેવી. 6. નાના બાળકો તેમજ વડીલોનું ખાસ ધ્યાન રાખવું. 7. ખોટી અફવાઓ કે બીન જરૂરી ડર કે ચિંતા કરતાં સાવચેતી અને સાવધાનીને જ પ્રાથમીકતા આપવી. 8. લગ્ન સમારંભો, પ્રવાસ પર્યટનો તથા મનોરંજનોના વિકલ્પોથી હાલ દૂર જ રહો. 9. માસ્ક પહેરવો, છીંક-ઉધરસ વખતે રૂમાલનો ઉપયોગ કરવો, વારંવાર હાથ ધોવા, વીટામીન સી યુક્ત ખોરાક લેવો