રોજગારવાંચ્છુઓ અને નોકરીદાતાઓનો સુભગ સમન્વય કરતી એપ્લીકેશન અને વેબ-પોર્ટલ મોરબી : રોજગાર દિવસના કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રોજગાર વિનિમય કચેરીઓની સેવાઓ માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કર્યું હતું. જે રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને રોજગારલક્ષી તમામ સેવાઓ પોર્ટલ https://anubandham.gujarat.gov.in/home દ્વારા ઉપલબ્ધ થયેલ છે. ઉમેદવારો આ વેબ સાઇટ/પોર્ટલ રજીસ્ટ્રેશન કરીને Access the Portal, Signup/Registration, Log into the Portal, View/Edit Jobseeker Profile, Search Jobs, Jobs Applied, My Interview, Job Preferences વગેરે સેવાઓ વિના મૂલ્યે મેળવી શકે છે. તેમજ નોકરીદાતાઓ રજીસ્ટ્રેશન કરીને Access the Portal, Signup/Registration, Log into the Portal, Post a New Job, Search Job Seeker, Jobs Responses, My Schedule, Job Preferences, View, register and participate in Job fair, Submission of ER-1, Return-85 વગેરે સેવાઓ વિના મૂલ્યે મેળવી શકે છે. આ વેબ સાઇટ/પોર્ટલ પર રજેસ્ટ્રેશન કરવા માટે મોરબી જિલ્લાના તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને ખાનગી એક્મો/સરકારી-અર્ધસરકારી કચેરીઓ/સ્થાનિક સ્વારાજની સંસ્થાઓ/ગ્રાંટ ઇન એઇડ સંસ્થાઓને જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. ઉમેદવારોએ કે નોકરીદાતાઓએ જરૂરી દસ્તાવેજો સાથે રોજગાર વિનિમય કચેરી ખાતે ઉપસ્થિત રહેવાથી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. તેમજ વધુ વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩ ૩૯૦૩૯૦ અથવા ફોન નં. ૦૨૮૨ ૨૨૪૦૪૧૯ નો સંપર્ક સાધવા મોરબી જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..