કોરોનાએ વિદાય લેતા દિવાળીના મીની વેકેશનમાં ફરવા લોકોમાં ઉત્સાહ મોરબી : હરવા ફરવાના જબરદસ્ત શોખીન મોરબીના લોકોએ કોરોનાની વિદાય સાથે જ દિવાળીના મીની વેકેશનમાં સાસણ, દિવ, ગોવા અને રાજસ્થાન ટ્રીપ ગોઠવી લીધી છે. જો કે, દિવાળી વેકેશનમાં હરિદ્વાર અને દક્ષિણના રાજયોમાં પણ બુકીંગ ફૂલ થયા છે. કોરોના મહામારીને કારણે લોકો લાંબા સમયથી પોતાના શહેરમાં જ કેદ થયા છે ત્યારે દિવાળી મિનિ વેકેશનમાં હરવા ફરવાની મજા લેતા મોરબીના લોકોએ આ વર્ષે રાબેતા મુજબના આયોજન ઘડી કાઢી કુટુંબ, ગ્રુપ સાથે જૂનાગઢ, દ્વારકા, કચ્છ કેવડિયા સહિતના વિસ્તારો ઉપરાંત રાજસ્થાન, હિમાચલ અને દિલ્હી જેવા સ્થળો ઉપર પસંદગી ઉતારી છે. આ વખતે દિવાળી વેકેશન માટે સાસણ અને સોમનાથ, દિવ તેમજ રાજસ્થાનમાં માઉન્ટ આબુ, જોધપુર, ઉદેપુર,જેસલમેર સહિતના સ્થળો ઉપરાંત ગોવા તરફ જવાનો ઘસારો વધ્યો છે તેમજ હરિદ્વાર જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે તેવી આશા ટુર ઓપરેટર સેવી રહ્યા છે. સુખી સંપન્ન મોરબીના લોકો ટ્રેન કે બસની સરખામણીમાં ફ્લાઈટનો ઉપયોગ કરતા થયા છે જેના કારણે છેલ્લા વર્ષોમાં ફલાઈટમાં દિલ્હી, ગોવા, કેરળ તરફ જનારાની સંખ્યા વધી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..