મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબીમાં રામકૃષ્ણ નગર તાલુકા શાળા ખાતે PWD મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ મતદાન મથકે દિવ્યાંગ મતદારો પહોંચી રહ્યા છે અને ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.PWD મતદાન મથકે દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મતદાન મથક પર સેલ્ફી પોઇન્ટ પર બનાવવામાં આવ્યો છે. અહીંયા મતદાન કરવા આવેલા 28 વર્ષીય દિવ્યાંગ મતદાર મિતરાજસિંહે જણાવ્યું હતું કે, PWD મતદાન મથકે દિવ્યાંગ મતદારો માટે સારી સુવિધા ઉભી કરી છે.