અખંડ આનંદ ગ્રુપ આયોજીત રેલીમાં ૧૦૦૦થી વધુ ટ્રેકટર, કાર અને બાઈક સહિતના વાહનો જોડાશે મોરબી : પ્રાંતવાદના વિરોધમાં તેમજ અખંડ ભારતની એકતાના સંદેશ સાથે મોરબીમાં સમરસતા સદભાવના રેલીનું આયોજન કરવામાં આવશે. આ વિશાળ રેલીમાં ૧ હજારથી વધુ ટ્રેકટર, કાર અને બાઈક જોડાશે. અખંડ ભારતની અસ્મિતા સમગ્ર દેશવાસીઓનું ગર્વ છે. અખંડ ભારત જે પક્ષ સરકાર ધર્મ, જ્ઞાતિવાદથી ઉપર છે. તેને અત્યારે દેશ વિરોધી તત્વો દ્વારા હાનિ પહોંચાડવાની કોશિશ થઈ રહી છે.હાલ પ્રાંતવાદના નામે અશાંતિ ફેલાવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે અખંડ આનંદ ગ્રુપ દ્વારા અખંડ ભારતની એકતાના સંદેશ સાથે વિશાળ રેલી યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમરસતા સદભાવના રેલીમાં ૧૦૦૦ થી વધુ ટ્રેકટર, બાઇક અને કાર સહિતના વાહનો જોડાશે. આ રેલી મારફત અખંડ ભારતમાં એકતા જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવશે.