શહેરના બંધ ATMને ચાલુ કરવાની પણ રજૂઆત મોરબી : મોરબી પંથકમાં અસામાજિક તત્વો દ્વારા ગૌમાતા પર અવારનવાર ક્રૂર હુમલા કરવામાં આવે છે. તાજેતરમાં આઠ ગૌવંશ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ગુનેગારોને કડક સજા થાય તેવી માંગ 'એકતા એ જ લક્ષ' સંગઠન દ્વારા કરવામાં આવી છે. આ સાથે મોરબીમાં અંદાજિત 1 મહિના ઉપરથી ATM બંધ હોવાને કારણે સામાન્ય જનતાને અગવડતા પડી રહી છે. જે ચાલુ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ માટે મોરબીના 'એકતા એ જ લક્ષ' સંગઠનના યુવા જિલ્લા પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ યોગેશ ભારથી ગૌસ્વામી (ગુરુ ગોસાઈ), આઈ.ટી. સેલ જિલ્લા પ્રમુખ નીરવભાઈ દવે, આઈ.ટી. સેલ જિલ્લા ઉપપ્રમુખ વિશાલભાઈ પરમાર, પ્રચાર-પ્રસાર શાખા પ્રમુખ ચેતનભાઈ પટેલ, આહીર એકતા મંચના પ્રમુખ રામભાઈ આહીર તથા સંગઠનના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.