મોરબીમાં રાત્રીના દસ પછી ફાસ્ટફૂડની દુકાન ખુલ્લી રાખનાર વેપારી પોલીસની ઝપટે : માળિયામાં માસ્ક વગર ફરતો યુવાન દંડાયો મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્ર્મણ વધતા મોરબી તેમજ વાંકાનેર શહેરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં આવ્યો છે અને 300 પોલીસ કર્મચારીઓ કર્ફ્યુ અમલમાં તૈનાત કરાયા હોવા છતાં અણસમજુ લોકો કારણવગર રાત્રી કર્ફ્યુમાં આંટાફેરા કરતા હોય મોરબી અને વાંકાનેરમાં આઠ કિસ્સામાં જાહેરનામા ભંગ સબબ પગલાં લેવાયા છે જેમાં રાત્રે ફાસ્ટફૂડની દુકાન ખુલ્લી રાખનાર વેપારી પણ ઝપટે ચડ્યા છે તો માળિયામાં માસ્ક વગર ફરતો યુવાન પણ દંડાયો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા મોરબી વીશી ફાટક પાસેથી રાત્રીના આંટાફેરા કરતા માળીયા તાલુકાના વવાણીયા ગામના કુલદીપસિંહ ઘનશ્યામસિંહ પરમાર, વિધ્યુતનગર સર્કીટ હાઉસની સામે ભારતી વિદ્યાલય પાસે રહેતા નવદીપસિંહ જયવીરસિંહ જાડેજાને ઝડપી લીધા હતા જયારે રવાપર ચોકડીએ આટાફેરા કરતા વિજયભાઇ મનુભાઇ ગોગાજાને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. ઉપરાંત શનાળા રોડ ઉપર કે.કે.સ્ટીલ સામે રાત્રીના 10 વાગ્યા બાદ જયભાવની ફાસ્ટ ફૂડ નામની દુકાન ખુલ્લી રાખનાર રવાપરરોડ, બાપાસિતારામચોક પાસે રાધેપેલેશ ફલેટમાં રહેતા નિકુંજભાઈ કેશવજીભાઈ કાસુદ્ના પણ પોલીસની ઝપટે ચડ્યા હતા. જયારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રાત્રી કર્ફ્યુ દરમિયાન વીસીપરા મેઇન રોડ ઉપરથી અહેમદહુશેનભાઇ ઇબ્રાહિમભાઇ ભટ્ટીને, ત્રાજપર ચોકડી પાસેથી રવીભાઇ પરષોતમભાઇ માનેવાડીયાને તેમજ સંજયભાઇ જલાભાઇ સનુરાને રાત્રી કર્ફ્યુ હોવા છતાં આંટાફેરા કરતા ઝડપી લઈ જાહેરનામા ભંગ તેમજ આઇપીસી એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત વાંકાનેર પોલીસે અહીંની જ્ઞાન ગંગા સ્કૂલ નજીકથી વિજયભાઈ કનાભાઈ મદ્રેસાણીયાને માસ્ક વગર રાત્રીના આંટાફેરા કરતા ઝડપી લઈ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ માળીયા પોલીસે પણ માસ્ક વગર આંટાફેરા કરતા લોકોને સબક શીખવવા માટે ગઈકાલે મલીકભાઇ મોહમ્મદઅલી આસવાણી વિરુદ્ધ આઈપીસી કલમ ૧૮૮ અને ૨૬૯ મુજબ કાર્યવાહી કરી લોકોમાં માસ્ક પહેરવા જાગૃતિ આવે તે માટે કડક સંદેશ આપ્યો હતો.