જાણો.. તેમની કોરોના સંક્રમણથી લઈને સ્વસ્થ થયા સુધીની પોઝીટીવ એટીટ્યુડ સાથેની વાતો મોરબી : મોરબીના કેળવણીકાર અને સેવાભાવી દિનેશભાઈ વડસોલાએ કોરોનાનો જંગ જીતી ગયા છે. તેમણે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હતાશ થયા વિના સકારાત્મક વલણ સાથે કોરોના વાયરસ અંગેની સારવાર લેવાની શરૂઆત કરી હતી. દિનેશભાઇની કોરોના સંક્રમણથી લઈને સ્વસ્થ થયા સુધીની પોઝીટીવ એટીટ્યુડ સાથેની વાતો તેમના જ શબ્દોમાં નીચે મુજબ છે. દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું છે કે 'સરકારી ફરજના કારણે કોરોના હોટ સ્પોટ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેના કારણે કોરોના સંક્રમિત થયા બાદ શરૂઆતમાં ત્રણ દિવસ તાવ કળતર અને રાત્રે ઠંડી લાગવાના લક્ષણો દેખાયા, ત્યારબાદ સ્વાદ જતો રહ્યો, પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સતત ગરમ પાણીમાં હળદર અને લીંબુ વાળું પાણી પીવાનું, મોસંબીનું જ્યુસ પીવું, અજમો, રાઈના કુરિયા, મીઠા વાળા ગરમ પાણીનો દિવસમાં ત્રણ વખત નાશ લેવો, આદુ હળદર, તુલસીનો ઉકાળો પીવો, આખી હળદરના સોપારીના ટુકડા જેવા ટુકડા મોઢામાં રાખવા, ડોકટરની સલાહ મુજબ તાવ આવે કળતર થાય તો પેરાસીટામોલની ટેબ્લેટ અને દરરોજ એક એઝીથ્રોમાઈસીનની પાંચ ટેબ્લેટનો કોર્ષ કર્યો અને પૌષ્ટિક ખોરાક લીધો. સવાર સાંજ યોગ પ્રાણાયામ કર્યા, ખુશ રહી, ચિંતા ન કરી, પોઝિટિવને પણ પોઝિટિવ લઈ આવી પડેલ વિપત્તિનો હસતા મુખે સામનો કર્યો તેમજ સ્નેહીજનોના સહકાર, પ્રેમ અને લાગણીથી કોરોના સામે જંગ જીતી સ્વસ્થ બન્યા છે. આમ, હૈયામાં હામ અને સાથે રામ રાખીએ તો કોરોનાને પણ હરાવી શકાય છે. પણ ઘણા બધા કોરોના પોઝિટિવ લોકોને આડોસી-પાડોશી તરફથી નેગેટિવ અનુભવ થયા છે. કોરોના દર્દીના ઘરની બાજુમાંથી લોકો નીકળવાનું બંધ કરી દે છે. કોરોના દર્દીવાળું ઘર જાણે અછૂત હોય એવું વર્તન લોકોનું જોવા મળે છે. જે ખરેખર માનવતા વિહોણું વર્તન છે. હા, સાવચેતી અને સલામતી રાખવી જરૂરી છે પણ કોરોના પેસેન્ટના ઘરને નાત બહાર મૂકી દીધું હોય ઍવું વર્તન જોવા મળે છે એ ખરેખર નિંદનીય છે. વિશ્વભરમાં ફેલાયેલી મહામારીમાં કોઈને કોઈ તો આનો ભોગ બનવાનું જ છે. એનાથી માનવતા મરવી ન જોઈએ.' મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate