ઇ-સ્ટેપીગના વેચાણના આદેશના વિરોધમાં મોરબી જિલ્લાના સપ્ટેપ વેન્ડરોએ કલેકટરને આવેદન આપ્યું મોરબી : સરકારે આગામી તા.10 ઓક્ટોબરથી ફિઝિકલ સ્પેમ્પ પેપર બંધ કરીને ઇ-સ્ટેમ્પીગનો ફરજીયાત વેચાણ કરવાનો આદેશ કર્યો હતો. જેની સામે મોરબી જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરોએ વિરોધ નોંધાવ્યો છે. ઇ-સ્ટેમ્પીંગના વેચાણ કરવાના સરકારના આદેશના વિરોધમાં મોરબી જિલ્લા સ્પેમ્પ વેન્ડરોએ કલેકટર આવેદન પાઠવીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મોરબી જિલ્લા સ્ટેમ્પ વેન્ડરના નેજા હેઠળ જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આગામી તા.1 ઓક્ટોબરથી ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું તમામ સ્ટેમ્પ વેન્ડરોએ વેચાણ બંધ કરી ઇ-સ્ટેમ્પીંગ દ્વારા વેચાણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેનો મોરબી જિલ્લાના તમામ સ્ટેમ્પ વેન્ડરોએ વિરોધ નોંધાવ્યો છે અને જો આવી રીતે સ્ટેમ્પ પેપરનું વેચાણ થશે તો આમ જનતા ખૂબ જ હેરાન પરેશાન થશે.તાત્કાલિક અસરથી કોઈપણ સ્ટેમ્પ પેપરના વેચનની વ્યવસ્થા ન થઈ શકવાથી તમામ વહીવટ ખોરવાઈ જશે અને એકંદરે લોકોને ભારે નુકશાની ભોગવવી પડશે. હાલ સ્ટેમ્પ વેન્ડરને સ્ટેમ્પ પેપરના વેચાણ બદલ સરકારના નિયમો અનુસાર 1 થી 3 ટકા કમિશન મળતું હતું. તે જ ધોરણે ભવિષ્યમાં કમિશન દરમાં ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ ચાલુ રાખવા દેવાની માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, ઇ સ્ટેમ્પીગ આપવા અંગે સરકાર વિચારે અને સ્ટેમ્પ વેન્ડરને મળતું કમિશન જેવું કે, રૂ.100 સુધી 3 ટકા તેમજ રૂ.100 ઉપરની રકમમાં 1 ટકા મળતા કમિશન બેઇઝ પર સ્વીકારવા તૈયાર છીએ.સરકારના ધારા ધોરણો મુજબ કામ કરવાની સંમતિ દર્શાવી હતી. તેમજ રાબેતા મુજબ કામગીરી ન થાય તો સ્ટેમ્પ વન્ડરનો ધંધો છીનવાઈ જશે અને રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉદ્દભવશે. તેથી, હાલમાં સરકારે આ વાય ગંભીરતાથી વિચારવા જેવી છે. હાલ સરકાર પાસે 1500થી 1600 કરોડ ઉપિયાના સ્ટેમ્પ પેપર છપાયેલા ડ્રિસ્ટ્રીકટ અને પેટા તિજોરી કચેરીમાં પડેલા છે. જે વ્યર્થ જશે અને મોટી નાણાકીય ખોટ થશે તેથી આ તમામ બાબતો પર ગંભીરતાથી વિચારીને યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.