મોરબી : પોલીસ વિભાગ દ્વારા આજે રાજ્યના ૧૦ ડીવાયએસપીની બદલીના ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં મોરબીના ડીવાયએસપીની પણ બનાસકાંઠામા બદલી કરવામા આવી છે. આજરોજ રાજ્યના ૧૦ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા એસસી એસટી સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા આર. કે. પટેલની પણ બનાસકાંઠા મુખ્ય મથક ખાતે બદલી કરવામાં આવી છે.