મોરબી : ગુજરાત પોલીસના વર્ગ-2ના 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-1ના ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હથિયારી 9 પીઆઇ, બિનહથિયારી 47 પીઆઇ અને વાયરલેસ 12 પીઆઇને બઢતી અપાઈ છે. આ સાથે જ વર્ગ-1ના 7 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાની બદલી કરવામાં આવી છે. જ્યારે બે પીઆઇ જે.એમ.આલ અને કે.પી. પરમારને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપી મોરબીમાં મુકવામાં આવ્યા છે. જે.એમ.આલને ડીવાયએસપી ઝાલાની જગ્યાએ મુકાયા છે. જ્યારે કે.પી.પરમારને હેડ ક્વાર્ટરમાં ડીવાયએસપી તરીકે મુકાયા છે.