દરિયાલાલ સેલ્સ એજન્સીમાં આગ લાગતા આજુ - બાજુની બે દુકાનો પણ આગની ચપેટમાં મોરબી : મોરબી શહેરના ગેસ્ટહાઉસ રોડ પર આવેલ બિસ્કિટ, પીપરમેન્ટની એક દુકાનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા આજુ બાજુ માં આવેલી અન્ય દુકાનોમાં આગની ચપેટમાં આવી ગઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે ગેસ્ટ હાઉસ રોડ પર આવેલી બિસ્કિટ, પીપરમેન્ટની દરિયાલાલ સેલ્સ નામની દુકાનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડે આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે દરિયાલાલ સેલ્સ એજન્સીની ઉપર આવેલી બે દુકાન તેમજ આજુ બાજુની દુકાનોમાં પણ આગ પ્રસરી જતા લાખોના નુકશાનની દહેશત સેવાઈ રહી છે. દરમિયાન શોટ સરકીટને કારણે અગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબુમાં લેવા જેહમત ઊઠાવી છે. ઉલ્લેખનીય છે કે આગની ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='20856,20857,20858']