ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આ મહામેળાપમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મોરબી : મોરબીના શિક્ષણ જગતમાં અન્યોથી અલગ સર્જન તેમજ વિશિષ્ઠ પ્રદાન માટે જાણીતી શિક્ષણ સંસ્થા નવયુગ વિદ્યાલય દ્વારા સંસ્થામાં આજ સુધી અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કાર્ય કરી ચૂકેલા ભૂતપૂર્વ કર્મચારીઓ માટે 'દ્વિ દશાબ્દિ મહોત્સવ' 2019-2020ની ઉજવણીનો મહા મેળાપ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ આ સંસ્થામાં અભ્યાસ કરીને પોતાના ક્ષેત્રમાં આગળ નીકળી ગયેલા પણ એક બીજા સહાધ્યાયીઓથી વિખુટા પડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી પાછા એક વખત ભેગા કરી મેળાપ કરાવામાં આવનાર છે. આ બે દશક દરમ્યાન સંસ્થામાં કાર્ય કરીને અન્ય સ્થળે સ્થળાંતરીત થઈ ચૂકેલા ભૂતપૂર્વ કર્મચારીઓને પણ આમંત્રિત કરાયા છે. સંસ્થા તરફથી અપીલ કરાઈ છે કે જો આપના સંપર્કમાં આવા કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે કર્મચારીઓ હોય તો આ અંગે એમને અવશ્ય જાણકારી પહોંચાડશો. આ માટે સંસ્થાની વેબસાઈટ www.navyugeducationmorbi.com અથવા મો.નં. 9879097520 પર સંપર્ક કરવા અને નામ રજીસ્ટર્ડ કરાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબે જાહેર અનુરોધ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news