મોરબી : મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા દરિયાલાલ પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ તકે યોજાનાર યજ્ઞમાં બેસવા માટે ૧૭મીએ જાહેર ઉછવણી યોજવામાં આવનાર છે. રઘુવંશી સમાજ દ્વારા આગામી તા. ૬ એપ્રિલના રોજ ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો પ્રાગટય દિન ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે વરુણ યજ્ઞનું પણ આયોજન કરવામાં.આવ્યું છે. આ યજ્ઞમાં બેસવા માંગતા સમાજના લોકો માટે આગામી તા. ૧૭ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૦ દરમિયાન દરિયાલાલ મંદિર, દરિયાપીર શેરી, નહેરુ ગેઇટ ખાતે ઉછવણી રાખવામાં આવી છે. તેમ પ્રમુખ ઘનશ્યામભાઈ જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en