15 યુગલો લગ્નગ્રંથિથી જોડાયામોરબી : ડો. બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તાજેતરમાં શિક્ષણના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોસવ યોજાયો હતો. જેમાં 15 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.મોરબીના ડો.બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 23 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ચલાવવામાં આવી રહી છે. જેમાં આશરે 250 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. કોરોનાકાળમાં અને કોઈ આકસ્મિત ઘટનાઓમાં જે વિદ્યાર્થીઓના માતા-પિતાના અવસાન થયા છે તે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આગામી વર્ષ 2024-25માં મળી રહે તે હેતુસર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 ગરીબ કન્યાઓએ લાભ લીધો હતો. આ કન્યાઓને દાતાના સહયોગથી સોનાની બુટ્ટી, સોનાનો નાકનો દાણો, ચાંદીના સાંકડા, કબાટ, સેટી, ગાદલા, ટીપોઈ, ખુરશી જોડી સહિતની આશરે 70થી વધુ ઘરવપરાશની સામગ્રીઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી.આ સમૂહ લગ્નોત્સવમાં દાન આપનાર દાતાઓનું ટ્રસ્ટ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર, મંત્રી કેશવલાલ ચાવડા, ટ્રસ્ટી વલ્લભદાસ પરમારની અગવાનીમાં જીતેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ ચાવડા, અશોકભાઈ ચાવડા, હસમુખભાઈ સોલંકી, સંદીપભાઈ દેલવાડીયા, રાજેશભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ ગોહેલ, સુરેશભાઈ ચાવડા, નાનજીભાઈ રાઠોડ, રામજીભાઈ પરમાર, આકાશભાઈ પરમાર, મૂળજીભાઈ સોલંકી, મણીભાઈ ચાવડા, અમરશીભાઈ ચૌહાણ, હમીરભાઇ ચાવડા, મહેન્દ્રભાઈ પરમાર, જયદીપભાઇ સારેસા, મહેશભાઈ પરમાર, રવજીભાઈ સોલંકી, જેન્તીભાઈ સોલંકી, હરેશભાઈ પરમાર, મોહનભાઈ સોલંકી, અશોકભાઈ ચૌહાણ, નાનજીભાઈ બોસિયા, મહેશભાઈ સોલંકી, હિતેન્દ્રભાઈ પરમાર, અજયકુમાર વાઘેલા, અરવિંદભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, પ્રવીણભાઈ શુકલ, જયેશભાઈ સારેસા, રમેશભાઈ સોલંકી, નાગજીભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સાગઠીયા, દીપકભાઈ પરમાર તેમજ પરેશ પારિઆએ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.