મોરબી : મોરબીમાં જી. જે. શેઠ કોમર્સ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી તથા મોરબી જીલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના હરીપર ગામના આહીર સમાજના અગ્રણી અરજણભાઇ બીજલભાઇ ડાંગરના પુત્ર પ્રો. ડૉ. રમેશભાઈ એ. ડાંગર કે જેઓ હાલ જે. એચ. ભાલોડિયા વિમેન્સ કોલેજ-રાજકોટમાં છેલ્લા 24 વર્ષથી એકાઉન્ટન્સી વિષયના અધ્યાપક તરીકે પોતાની સેવા આપે છે. જેઓની ગઈકાલે તા. 23/02/2021ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ વિષયના એકાઉન્ટન્સી બોડૅમાં ચેરમેન તરીકે ચૂંટણી થતા તેઓએ જ્વલંત વિજય પ્રાપ્ત કરી ચેરમેન તરીકે ચૂંટાય આવ્યા હતા. આથી, તેઓને ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ, કોમર્સ વિભાગના ડિન તથા પ્રિન્સિપાલ ગરમોર, આર્ટ્સ ફેકલ્ટીના ડિન પ્રવિણસિંહ ચૌહાણ તથા ભાલોડિયા કોલેજના પ્રિન્સીપાલ ડૉ. એન. એમ. કાનાણી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડૉ. રમેશભાઈ એ. ડાંગર ભાવનગર યુનિવર્સિટીમાં કોમર્સ વિભાગના બોર્ડમાં બે ટર્મથી મેમ્બર છે તથા સરદાર પટેલ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી સાથે પણ એકેડેમિક રીતે સંકળાયેલા છે. તે ઉપરાંત, તેઓ રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળના ભુતપૂર્વ પ્રમુખ છે. અને ગુજરાત આહીર કેળવણી મંડળના સભ્ય છે. સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સહકારી મંડળીના કારોબારી સભ્ય છે તેમજ શ્રી ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ-નાના દહિસરાના તથા આલાપ સેન્ચુરી સોસાયટીના વહિવટી મંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે.