દંપત્તીઓના પરિવારજનો દ્વારા 55,555 જેટલી રકમ ઉભી કરાઈ મોરબી: પુલાવમા શહીદો માટે મોરબીમાં ચારે તરફથી શ્રદ્ધાંજલિ અને વિરાંજલીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે તારીખ 25ને સોમવારે 'ચિરાગ' હોસ્પિટલ વાળા ડો. અઘારાના પુત્ર ડો. ચિરાગના લગ્ન ડો. નિધિ સાથે અને તેમની પુત્રી ડો. પ્રેક્ષાના લગ્ન દિનેશભાઇ વડસોલાના પુત્ર ડો. તરુણ સાથે લેવાયા અને બંને વર-વધુ તથા પરિવારજનો તરફથી શહીદોના પરિવાર માટે 55,555 રૂપિયા જેટલી રકમ એકત્રિત કરાઈ હતી. પટેલ સમાજ વાડી, શનાળા ખાતે યોજાયેલ આ લગ્નપ્રસંગમાં લગ્નની શરૂઆત શહીદોના ફોટો સામે વર-વધુએ દીપજ્યોતિ પ્રગટાવીને કરી, ત્યારબાદ બેન્ડ પાર્ટી દ્વારા 'અય મેરે વતન કે લોગો...' વગાડવામાં આવ્યું અને બંને યુગલો તરફથી કુલ 22,222 રૂપિયા તથા અઘારા અને વડસોલા પરિવાર તરફથી 33,333 આમ કુલ 55,555 રૂપિયાના આર્મી ફંડની જાહેરાત કરવામાં આવી. આ ધનરાશિ માટે લગ્નસ્થળે સ્ટોલ ઉભો કરીને એકત્રિત કરવામાં આવી હતી અને શહીદોના ફોટો સામે અમરજવાન જ્યોતિની પ્રતિકૃતિ પાસે બે વ્યક્તિઓને સેનાના ડ્રેસકોડ સાથે ઉભા રાખ્યા હતા. તેમના દ્વારા જ ઉપસ્થિત સગાં વ્હાલાઓ પાસેથી શહીદો માટે ફંડ એકત્રિત કરાયું હતું. અત્રે નોંધનીય છે કે શહીદવીરો માટે એકલા મોરબીની જ વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા આશરે 3 કરોડ જેટલું માતબર દાન એકત્રિત થયું છે, આ તકે અઘારા અને વડસોલા પરિવાર દ્વારા પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en