મોરબી : મોરબી જિલ્લાના મોટાભેલા ગામમાં પરિવારજનો દ્વારા સદ્ગતની પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાતમંદોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. મોટાભેલા નિવાસી સ્વ. મુકેશભાઈ મનજીભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને વસ્ત્રદાન કરવામાં આવેલ હતું. આ સેવાકાર્યમાં સરડવા નરેશભાઈ તથા પારિવારિક સભ્યો જોડાયા હતા.