મોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા માટે બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએ વિજેતા થઈને મોરબીનું પ્રતિનિધિત્વ મધ્ય ઝોન પ્રદેશ કક્ષાએ બાળકલાકારોએ કર્યું હતું અને 14 જેટલી સ્પર્ધામાં મોરબીના સ્પર્ધકો વિજેતા થયાં હતા અને મોરબીનું નામ રોશન કર્યું હતું. જે 14 સ્પર્ધકોની યાદી આ મુજબ છે. વક્તૃત્વ સ્પર્ધા અ વિભાગમાં માથકીયા મહેવીશ તૃતીય , બ વિભાગમાં જયશ્રી ભીંડોરા પ્રથમ, સર્જનાત્મક કારિગીરી અ વિભાગમાં રીબડીયા અંજલિ તૃતીય, સર્જનાત્મક કારીગીરી બ વિભાગમાં ચડાસણીયા નિવા તૃતીય, લગ્નગીત બ વિભાગમાં ત્રિવેદી હિરવા પ્રથમ(માર્ગદર્શક તુષારભાઈ ત્રિવેદી ), લોકવાદ્ય સંગીત અ વિભાગમાં બરાસરા મહેન્દ્ર પ્રથમ( માર્ગદર્શક : રવિરાજ પૈજા ), લોકવાદ્ય સંગીત બ વિભાગમાં અગોલા નક્ષ પ્રથમ(માર્ગદર્શક તુષારભાઈ ત્રિવેદી ), એકપાત્રીય અભિનય અ વિભાગમાં દેત્રોજા રુહી પ્રથમ, એકપાત્રિય અભિનય બ વિભાગના ખાંટ સિયા દ્વિતીય(માર્ગદર્શક દિપ્તીબેન બારેજીયા ), ભજનમાં પરમાર નારણ તૃતીય,સમૂહગીતમાં નવયુગ વિદ્યાલય પ્રથમ (માર્ગદર્શક : તુષાર પૈજા) , લોકગીતમાં ત્રિવેદી અનેરી પ્રથમ( માર્ગદર્શક : રવિરાજ પૈજા) , દુહા-છંદ-ચોપાઈ બરાસરા પ્રણવ તૃતીય,લોકવાર્તામાં સંઘાણી સેલ્વી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તમામ વિજેતાઓને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી સમયમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના વિજેતાઓ રાજ્યકક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.