મોરબી : વિશ્વ રંગભૂમિ દિવસે નાટય સ્પર્ધામાં નવયુગ સકુંલના વિદ્યાર્થીઓએ રંગમંચમાં મેદાન માર્યું હતું. જેમાં ધો.9થી 12ની કેટેગરી -3માં દલસાણીયા ખુશાલીએ જિલ્લા પ્રથમ, ધો.5થી 8ની કેટેગરી-2માં કુંડારીયા વ્યોમે જિલ્લા પ્રથમ અને ધો.5થી8ની કેટેગરી-2માં સંઘાણી ધ્રુવીએ જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત કેટેગરી 2માં ધો. 5થી 8માં ગ્રુપ ડ્રામામા નવયુગના છાત્રોએ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. રંગમંચમાં બાળ અભિનયના પાત્ર ભજવી વિદ્યાર્થીઓએ કલાના કામણ પાથર્યા હતા.નવયુગના લોક લાડીલા શિક્ષક પૈજા તુષારભાઈએ વિદ્યાર્થીઓને સુંદર રીતે તૈયાર કર્યા હતા.બધા અભિનય સમ્રાટ કલાકારોને નવયુગ બાગબાન પી.ડી.કાંજીયાએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.