મોરબી : મેડિકલ અભ્યાસક્રમમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તા. ૧૪ અને ૧૮ સપ્ટેમ્બરના રોજ ડોમિસાઈલ સર્ટિફિકેટની ખરાઈ કરવા ખાસ કેમ્પ યોજવામાં આવ્યો છે. નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૩૧/૦૮/૨૦૧૮ના હુકમ અન્વયે ગૃહ વિભાગની તા.૧૦/૦૯/૨૦૧૮ની સુચના મુજબ વર્ષ ૨૦૧૮માં તબીબી વિદ્યા શાખામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના ૧૦ વર્ષના વસવાટ અને અભ્યાસ બાબતે મુદ્દા નં.૩૭ મુજબ આપવામાં આવેલ ડોમીસાઇલ સર્ટીફીકેટની પુન:ચકાસણી નિયત સમય મર્યાદામા પુર્ણ કરવાની હોય આ અંગેનો કેમ્પ તા.૧૪/૦૯/૨૦૧૮ તથા તા.૧૮/૦૯/૨૦૧૮ દરમિયાન બપોરના ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, સો-ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ, મોરબી-૨ ખાતે રાખવાનું મુકરર કરવામાં આવેલ છે. આ કેમ્પમાં વર્ષ-૨૦૧૮ માં તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી ચુકેલા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ ડોમીસાઇલ સર્ટીફીકેટ મેળવવા માટે કરેલ અરજી સમયે રજુ કરેલ આનુસંગિક દસ્તાવેજ, ધોરણ ૧ થી ૯ સુધી જે શાળામાં ભણ્યા હોય તેનું બોનાફાઇડ સર્ટીફીકેટ, પ્રમાણપત્રો, ધો.૧૦ની માર્કશીટ,ધો.૧૨ ની માર્કશીટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ (લાગુ પડતુ હોય તો) ડોમીસાઇલ સર્ટીફીકેટની પ્રમાણિત નકલો તથા ફી ભર્યાની રસીદ, હેલ્પ સેન્ટર પરથી મળેલ ઓર્ડર સમિતિ સમક્ષ રજુ કરવાના રહેશે. વિશેષમાં કોઇ પુરાવા રજુ કરવાની જરૂરીયાત જણાશે તો સમિતિ રૂબરૂમાં જણાવશે. જે અંગે પ્રવેશ મેળવેલ વિધાર્થીઓ/વાલીઓએ જરૂરી તમામ આધારો સાથે ઉપર જણાવેલ સ્થળ અને સમય દરમિયાન હાજર રહેવા નોંધ લેવા જણાવવામાં આવે છે. ડોમીસાઇલ સર્ટીફીકેટ પુનઃચકાસણી સમિતિ અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અને અધ્યક્ષ કેતન પી.જોષીની યાદીમાં જણાવવામાં આવેલ છે.