મોરબી : મોરબીની મહેશ હોટલની બાજુમાંથી એક્ટિવા ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુ.હા. બોર્ડ એમ.૪૨૪માં રહેતા નિલેષભાઇ જેઠાલાલ ભદ્રાએ પોતાનું GJ-10-CR-9942 નબરનું એક્ટિવા મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલની બાજુની શેરીમાં રાખ્યું હતું. આ એક્ટિવા અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.