મોરબીના યુવાનોને શરમાવે તેવી વૃદ્ધાવસ્થામાં પણ ચપળવૃત્તિ ધરાવતા બુઝુર્ગ દોડવીર ડૉ.અનિલ પટેલે વધુ એક મેરેથોન સ્પર્ધામાં સિધ્ધિ મેળવી છે. જેમાં ડો.અનિલ પટેલે અમદાવાદમાં બી સફલમાં મેરેથોનમાં 60 પ્લસ કેટેગરીમાં ભાગ લઈને 42 કિમીની દોડનું અંતર 4 કલાકને 48 મિનિટમાં પૂરું કરીને આ મેરેથોન સ્પર્ધામાં દ્રિતીય નંબર મેળવ્યો હતો. તેમજ તેમણે આ જ માસમાં મુંબઈ ખાતે યોજાયેલી મેરેથોન સ્પર્ધામાં ભાગ લઈને ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.