મતદાર જાગૃતિ માટે જાણીતા તબીબો દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં મતદાન માટે અનુરોધ મોરબી : મોરબીમાં જાણીતા ડોક્ટરે અનોખું મતદાર જાગૃત અભિયામ ચલાવ્યું છે. જેમાં તેમની પાસે દવા લેવા આપતા દર્દીઓની સારવાર કર્યા બાદ દવા લેવાના કાગળમાં 100 ટકા મતદાન કરીએ તેવું લખીને દરેક નાગરિકને મતદાન ફરજિયાત મતદાન કરવાની અપીલ કરી છે. મોરબીમાં વિવિધ સંસ્થાઓ અને વહીવટી તંત્ર મતદાર જાગૃતિ અભિયાન ચાલવી રહ્યું છે. જેમાં અલગ અલગ અભિગમથી મતદાન અભિયાન ચાલવી લોકશાહીને મજુબત બનાવવા દરેક નાગરિકને મતદાન કરવા અપીલ કરી નિરુઉત્સાહી મતદારોને જાગૃત કરી રહ્યા છે. ત્યારે મતદાર જાગૃતિ અભિયાન માટે જાણીતા તબીબ ડો. વિજય ગઢીયા અને મનીષ સનારિયા પણ આગળ આવ્યા છે. ડો વિજય ગઢીયા અને મનીષ સનારિયાએ અનોખી રીતે અભિયાન ચાલવી તેમની હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવાર કરી દવાના કાગળ એટલે પ્રિસ્ક્રિપ્શનમાં 100 ટકા મતદાન કરીએ તેવા લખાનવાળો સિક્કો મારીને દરેક નાગરિકને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે.