મોરબી : મોરબીમાં મિશ્ર ઋતુઓને કારણે ફરી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મોરબીના સેવા ભાવિ વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમની માતા જયાબેન મુળજીભાઈ દસાળિયાંની સ્મૃતિમાં તા. 25 નવેમ્બરથી 25 ફેબ્રુઆરી સુધી સવારે 7 થી 8:30 વાગ્યા દરમિયાન વિજય હેર ડ્રેસર, વસંત પ્લોટ, ચકીયા હનુમાન મંદિર સામે, મોરબી ખાતે વિના મૂલ્યે ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાશે.