મોરબી : મોરબી શહેરના વતની જૈન સમાજના ડૉ. આદિત્ય દીપકભાઈ શાહે મેડિકલ ક્ષેત્રના અતિઉચ્ચ અભ્યાસક્રમ MCh યુરોલોજી સુપર સ્પેશિયાલિટીની પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. સમાજહિતમાં પોતાના જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ રાખીને તેઓ હવે રાજકોટ સ્થિત એચ. જે. દોશી હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ તરીકે પોતાની સેવાઓ આપશે. મોરબીમાંથી આવી મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાથી તેમને સર્વત્રથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.