મોરબી અપડેટ : મોરબીના જાણીતા તબીબ ડો. હાર્દિક જેસ્વાણીની નેશનલ ઈન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન (N.I.M.A.) ગુજરાત રાજ્યના સહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વની નિમણૂક થતાં સમગ્ર મોરબી જિલ્લા અને તબીબી આલમમાં ગૌરવ તેમજ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.ડો. હાર્દિક જેસ્વાણી હાલ સેન્ટ્રલ કાઉન્સિલના મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ N.I.M.A. ગુજરાત સ્ટેટ કાઉન્સિલના એક્ઝીક્યુટીવ મેમ્બર રહી ચૂક્યા છે તેમજ N.I.M.A. મોરબી જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમના પ્રમુખ તરીકેના ગૌરવશાળી કાર્યકાળ દરમિયાન મોરબી જિલ્લામાં 1500 થી વધુ વિવિધ સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.તબીબી ક્ષેત્રે અને સામાજિક સેવાઓમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી તથા સમર્પણને ધ્યાને રાખીને તેમની રાજ્ય કક્ષાની આ મહત્વની જવાબદારીમાં વરણી કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિ બદલ તેમના મિત્રો, સ્નેહીઓ, સહકર્મચારીઓ અને મોરબી તબીબી મંડળ તરફથી શુભેચ્છાઓ અને અભિનંદનનો ધોધ વહી રહ્યો છે.#Morbi #MorbiUpdate #NIMA #NIMAGujarat #DrHardikJeswani #MedicalAssociation #MorbiNews #GujaratNews