ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસીએશન અંડર 16 ગર્લ્સ કબડ્ડી સ્પર્ધા યોજાઈ મોરબી : ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસીએશન આયોજિત અંડર 16 ગર્લ્સ કબડ્ડી સ્પર્ધામાં મોરબીના DLSSની છાત્રાઓએ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થઇ સતત ત્રીજા વર્ષે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ચેમ્પિયનશિપમાં હેટ્રીક મારી છે. ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસીએશન દ્વારા આયોજિત 31મી ગુજરાત રાજ્ય સબ જુનિયર અંડર 16 બહેનોની રાજ્ય કક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન ગત તા. 3ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ગુજરાતમાથી 22 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ નવજીવન વિદ્યાલય (DLSS) બહેનોની ટીમએ કરેલ અને ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ટીમોને પરાજીત કરી ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરથી વિજેતા બની સતત ત્રીજા વર્ષે ટીમનો દબદબો જાળવી રાખી ચેમ્પિયનશિપમાં હેટ્રીક મારી મોરબી જિલ્લાનું નામ રોશન કરવા બદલ સિનિયર કોચ રવિભાઈ ચૌહાણ, શાળા કેમ્પસ ડાયરેક્ટર ડી. બી. પાડલિયા અને કોચ વિજયભાઈ ચૌધરીએ ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી ઉતરાખંડમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..