મોરબી : મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ગુજરાત અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.18 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં મહિલા વિભાગમાં 53 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ અમિત વ્યાસે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાતમાં ઈતિહાસ રચ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત કુસ્તીમાં કોઈએ સિલ્વર મેડલ જીત્યો છે. આ તકે હિરલબેન વ્યાસ દ્વારા મેનેજર એમ.ઝેડ. વાઘેલા, તમામ ટીમ મેમ્બર્સ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર આલોક કુમાર પાંડે, જીએડી ગાંધીનગરના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.