મોરબી: ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુની ધરપકડ કરવામાં આવતા તેના વિરોધમાં દિલ્હી ખાતે તીન મૂર્તિ પોલીસ સ્ટેશનની બહાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ધરણાંમાં આજરોજ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પણ જોડાયુ હતું. મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દિલ્હી પહોંચ્યા હતા અને પ્રમુખ ઉદય ભાનુના સમર્થનમાં તેમજ તેમની ધરપકડના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.#MorbiUpdate #Morbi #MorbiNews #YouthCongress #DelhiProtest #MorbiYouthCongress