મોરબી : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તા. 14-9-2025ને રવિવારના રોજ સવારે 9 થી બપોરના 2 કલાક દરમ્યાન મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટંકારા જી. મોરબી ખાતે મોરબી જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સવારે 9 કલાકે રજિસ્ટ્રેશન તથા ચા-પાણી, 9:30 કલાકે ઓપનિંગ સેશન, સ્વાગત પરિચય વિધિ, 10:30 કલાકે યુવા સંઘના સમાજ ઉત્કર્ષનાં કાર્યોની માહિતી, 10:40 કલાકે ગત વર્ષના કર્યો અને આગામી કાર્યોની માહિતી, 10:50 કલાકે યુવા પાંખના કર્યો વિશે માહિતી, બપોરના 11 કલાકે મહિલા સંઘના કર્યો વિશે માહિતી, 11:10 કલાકે કાર્યકર્તા ઘડતર નવા કાર્યકર્તાનું નિર્માણ અંગે ડો. જયેન્દ્રસિંહ જાડેજાનું માર્ગદર્શન, 11:40 કલાકે ઇતિહાસ જ્ઞાન કસોટી-2025ના વિજેતાનું સન્માન, 11:50 કલાકે પ્રદેશટીમ સાથે પ્રશ્નોત્તરી, 12:20 કલાકે પ્રદેશ હોદ્દાઓનું માર્ગદર્શન, 1:20 કલાકે સમાપન આભાર વિધિ અને 1:30 કલાકે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રજિસ્ટ્રેશન ફી રૂ. 50 રાખવામાં આવેલ છે. ત્યારે સામાજિક કર્યોમાં રસ ધરાવતા સમાજના ભાઈઓ / બહેનોને મોરબી જિલ્લાની કાર્યકર્તા શિબિરમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.