મોરબી : આજે આઝાદ ભારતના 79 મા સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર શાળાઓમાં, કચેરીઓમાં અને વિવિધ વિસ્તારોમાં ધ્વજવંદન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના દેશભક્તિના કાર્યક્રમો યોજીને રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી.માળીયાના વેજલપરની સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાળિયા તાલુકાના વેજલપર ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં 79મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલા રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં વેજલપર ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઈ કૈલા, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો તથા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત મોરબીની ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ભારત દેશના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના મંત્રી અને ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે. આર. ચાવડાના હસ્તે ભારત દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો. તેમજ રાષ્ટ્રીય ગાન ગાય તમામના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે શાળા કર્મચારી ગણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અણીયારી પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીમોરબીની અણીયારી પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ગામના દીકરી નીરૂબેન દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.ABVP મોરબી દ્વારા 'સ્વાતંત્ર્ય દિન' નિમિત્તે ધ્વજારોહણનો કાર્યક્ર્મ યોજાયોઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા લગભગ છેલ્લાં 8 વર્ષોથી નગર દરવાજે ધ્વજારોહણ કરવામાં આવે છે તે જ રીતે આજ રોજ ABVP મોરબી દ્વારા 15 ઓગષ્ટ 79 મા 'સ્વતંત્રતા દિવસ' નિમિત્તે મોરબી શહેરની ઐતિહાસિક ધરોહર અને આન, બાન, શાન ગણાતા નગર દરવાજા ખાતે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.બહાદુરગઢ પ્રા. શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી મોરબી તાલુકાની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં 79માં સ્વતંત્રતા દિવસની ધામધૂમભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આબાલવૃદ્ધ ભાઈઓ બહેનોએ કાર્યક્રમને દીપાવવા માટે હાજરી આપી હતી.માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ યોજાયોઆજરોજ નાની બરાર તાલુકા શાળામાં સ્વતંત્રતા દિવસના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુંદર પહેલ 'એક પેડ માં કે નામ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બે તબક્કામાં વિદ્યાર્થીઓને રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં 45 રોપાનું વાવેતર કરવામાં આવ્યું અને આજરોજ બીજા 35 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે એક બાળ એક ઝાડના ઉત્તમ વિચારને ચરિતાર્થ કરતા દરેક વિદ્યાર્થીને રોપા આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ એમની માતા સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને ધરતી માતા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી. આજના કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રભાતભાઈ બકુત્રા, માળિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ડાંગર, ગામના નિવૃત શિક્ષકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.નીચીમાંડલ ખાતે મોહનભાઈ કુંડારીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયોશ્રીમતિ કુંવરબેન ગોવિંદભાઈ કુંડારીયા વિધાલય તથા નીચીમાંડલ તાલુકા શાળાના સંયુકત ઉપક્રમે 79 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માજી કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. મોહનભાઈ કુંડારીયા તરફથી આ પ્રસંગે શાળાના રમત ગમતના મેદાન માટે દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા ટ્રસ્ટી મંડળ તરફથી કલ્યાણજીભાઈ મોહનભાઈ કુંડારીયા તથા જસમતભાઈ છગનભાઈ કુંડારીયાએ પણ હાજરી આપી હતી. તથા શાળાની સાઉન્ડ સીસ્ટમના દાતા ધર્મેન્દ્રભાઈ સનીયારા તથા વિશાળ સંખ્યામા ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ તરફથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલ મહેમાનો તથા ગ્રામજનોનો શાળાના આચાર્ય રજનીકાંત જે. કડીવાર તથા મનીષભાઈ એલ. ચાડમીયાએ આભાર વ્યકત કર્યો હતો.રોટરીગ્રામ (અ.) પ્રા. શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આજ રોજ 79 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવી હતી. ગામના યુવાનોની મહેનતથી ટ્રેક્ટરને વિશેષ રીતે શણગારી અદ્ભુત આબેહૂબ વીર જવાનોને બુલંદ નારા સાથે રેલી કાઢી યાદ કરી દેશભક્તિ ગીતથી સમગ્ર ગામનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ ગામના ઉપસરપંચ રીનાબેન હર્ષદભાઈ પાંચોટિયાના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિબેને અભિનય સાથે ચારણકન્યા ગીત રજુ કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. SMCના અધ્યક્ષ કિરીટભાઈ પાંચોટિયા તરફથી નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક મિત્રો વિનુભાઈ ફેફર , ગજાનનભાઈ આદ્રોજાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આભાર વિધિ રોટરીગ્રામ (અ.) પ્રા.શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવા દ્વારા કરવામાં આવી હતી.ભારતીય મજદૂર સંઘના મહામંત્રીએ કરી અનોખી ઉજવણીઆજ 15ઓગસ્ટના મહાપર્વ પર સૌ અલગ અલગ રીતે દેશમાં ઉજવણી કરતા હોય એમજ મોરબીમાં ભારતીય મજદૂર સંઘના મહામંત્રી પ્રણવભાઈ નલીનભાઈ ઠાકર દ્વારા તેવો પોતે 12 વર્ષ થી ઘરે માટીના શિવલિંગ બનાવીને...