મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ- મોરબી દ્વારા આગામી તારીખ 2 ફેબ્રુઆરી ને રવિવારના રોજ 27મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બગથળા ગામે યોજાનાર આ સમૂહ લગ્નોત્સવમાં 5 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે.સમૂહ લગ્ન પ્રસંગે 1 તારીખે બપોરે 3-15 કલાકે ગણેશ સ્થાપના થશે. 2 તારીખે સવારે 5-30 વાગ્યે જાન આગમન થશે. 6-30 વાગ્યે સામૈયા થશે. સવારે 7-30 વાગ્યે હસ્ત મેળાપ, 10 વાગ્યે આશીર્વચન, બપોરે 11-30 કલાકે ભોજન સમારંભ અને બપોરે 1 વાગ્યે કન્યા વિદાય થશે. સમારંભના અધ્યક્ષ તરીકે સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા ઉપસ્થિત રહેશે. જ્યારે નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત આશીર્વાદ પાઠવવા હાજરી આપશે. આ ઉપરાંત પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, જેરામભાઈ વાંસજાળીયા, બાબુભાઈ ઘોડાસરા, ડી.એલ. રંગપરીયા, બેચરભાઈ હોથી સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. કન્યાઓને 86 જેટલી વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવશે.