માળીયા મિયાણામાં સૌથી વધુ 68 મીમી, ટંકારામાં 29 મીમી વરસાદ વરસ્યોમોરબી : મોરબી જિલ્લામાં નૈઋત્યના ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી અવિરત હેત વરસાવતા પ્રથમ રાઉન્ડમાં જ મોસમના કુલ વરસાદના 27 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના એકથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેમાં માળીયા મિયાણામાં સૌથી વધુ 68 મીમી અને ટંકારામાં સૌથી ઓછો 29 મીમી વરસાદ નોંધાયો હતો.રાજ્યમાં 16 જુનથી સતાવાર રીતે ચોમાસુ બેસી ગયા બાદ મોરબી જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે બુધવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર થઈ હતી જેમાં ટંકારામાં 29 મીમી, માળીયા (મી)માં 68 મીમી, મોરબીમાં 59 મીમી, વાંકાનેરમાં 56 મીમી અને હળવદમાં 66 મીમી વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું.મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદટંકારા 29 મીમીમાળીયા (મી) 68 મીમીમોરબી 59 મીમીવાંકાનેર 56 મીમીહળવદ 66 મીમીમોરબી જિલ્લામાં મોસમનો કુલ વરસાદટંકારા 154 મીમીમાળીયા (મી) 119 મીમીમોરબી 186 મીમીવાંકાનેર 169 મીમીહળવદ 165 મીમી