મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા તેમના કાર્યકર્તા સાથે જોડાયા હતા. વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા મોરબી નગરપાલિકાનાં વોર્ડ નંબર 1ના કાઉન્સિલર તરીકે જંગી બહુમતી સાથે ચુંટાતા આવેલ છે. તેઅો 5 વર્ષ કોંગ્રેસ 5 વર્ષ ભાજપમાંથી જીતતા આવ્યા છે. તેઓ અામ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા હતા. તેમનુ સ્વાગત ગુજરાત પ્રદેશ સહસંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર, જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ સંજભાઈ ભટાસણા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી દ્વારા કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે વસંતભાઈ ગોરીયાને મોરબી શહેરના પ્રભારી તરિકે નિમણુંક પણ આપવામાં અાવી હતી. આવનારા દિવસોમાં મોરબી શહેરમાંથી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે, તેવો વિશ્વાસ વસંતભાઈએ વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..