મોરબી : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે 21 જેટલા જિલ્લા રમત ગમત અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં ખાલી પડેલી રમત ગમત અધિકારીની જગ્યાએ સુરેન્દ્રનગરથી બળવંતસિંહ ચૌહાણને મુકવામાં આવ્યા છે. આ પોસ્ટિંગ થતા રમત ગમત અધિકારીના ચાર્જમાં રહેલા સત્યજિત વ્યાસને વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.