રામ રાત્રિ શાખા-લાલપરના ઉપક્રમે આયોજન: મંદિરના મહંત સ્વામી હરિપ્રકાશદાસજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યામોરબી: મોરબી જિલ્લા સેવિકા સમિતિ રામ રાત્રિ શાખા-લાલપર દ્વારા તારીખ 13/07/2026 ના રોજ મકનસર (ગોકુળ નગર) ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના મહંત સ.ગુ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, RSS ના શરદભાઈ અઘારા, અલ્પેશભાઈ નિમાવત, રોહિતભાઈ તેમજ જીતુભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્ર સેવિકા સમિતિ રાજકોટ વિભાગના સંયોજક કિરણબેન જોશી તેમજ લાલપર શાખાની બહેનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને છોડ વાવી પર્યાવરણ સુરક્ષાનો સંકલ્પ લીધો હતો.#Morbi #MorbiUpdate #TreePlantation #GreenMorbi #Makansar #MorbiNews #SevikaSamiti #Lalpar #Environment