મોરબી : મોરબી જિલ્લામાં શિક્ષકોને BLOની કામગીરી સોંપાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. આ અંગે મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી તાલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીને આવેદનપત્ર આપીને શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ઘણા માધ્યમિક શિક્ષકોને BLOના ઓર્ડર બજવવામાં આવ્યા છે. એક વખત BLOની કામગીરી કરેલા શિક્ષકોના બદલે અન્ય કેટલાક કર્મચારીઓને કે જેમણે એકપણ વખત BLOની કામગીરી કરી નથી તેમને નિમણૂક આપવામાં આવે. રાજ્ય ચૂંટણીપંચની સૂચના મુજબ માધ્યમિક શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોવાળા શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. 50 વર્ષથી વધુ વયના કર્મચારીઓને પણ મુક્તિ આપવામાં આવે. શિક્ષકોના બદલે અન્ય 12 જેટલા કેડરના કર્મચારીઓને ઓર્ડર આપી રોટેશન પદ્ધતિથી BLOના નિમણૂક ઓર્ડર આપવામાં આવે જેથી બાળકોના શિક્ષણ પર વિપરીત અસર ન થાય.