નાટ્ય, લોકભવાઈ, સાહિત્ય અને સંતવાણી ક્ષેત્રના વરિષ્ઠ કલાગુરુઓને ભારતીય પરંપરા મુજબ વંદન કરવાનો સંસ્કાર ભારતીનો નવતર અભિગમમોરબી અપડેટ : રંગમંચ, લલિતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીની મોરબી જિલ્લા સમિતિ દ્વારા આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવની ભારતીય પરંપરા અને પ્રણાલી મુજબ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવ અંતર્ગત વિવિધ ક્ષેત્રના 3 વરિષ્ઠ કલાગુરુઓના નિવાસ સ્થાને રૂબરૂ જઈને તેમનું ગુરુપૂજન અને સન્માન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.આ 3 કલાગુરુઓનું કરાશે પૂજન અને સન્માનસંસ્કાર ભારતીની મોરબી જિલ્લા સમિતિ દ્વારા નાટ્ય, લોકભવાઈ, સાહિત્ય અને સંતવાણી ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર કલાગુરુઓનું સન્માન કરવામાં આવશે:• ડો. શિવધનભાઈ જુગતરામ વ્યાસ (મૂળ વિરપરડા): રંગમંચના સૌથી જૂના નાટ્ય-ભવાઈ કલાકાર, કવિ, લેખક, સાહિત્યકાર તેમજ રેડિયો અને ટીવી કલાકાર.• મનહરભાઈ પૈજા (ખાખરાડા): રેડિયો અને ટીવી આર્ટિસ્ટ, ઉત્કૃષ્ટ વાર્તાકાર અને સાહિત્ય મર્મજ્ઞ.• છગન ભગત કોયલીવાળા: જાણીતા સંતવાણી આરાધક.કલા સંયોજકો અને શિષ્યો જોડાશેગુરુપૂર્ણિમા નિમિત્તે યોજાનાર આ પવિત્ર કાર્યક્રમમાં મોરબી જિલ્લા સમિતિના તમામ કલા સંયોજકો, સદસ્યો અને સન્માનિત થનાર કલાગુરુઓના શિષ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુવંદના કરશે.#MorbiUpdate #MorbiNews #SanskarBharati #GuruPurnima #KalaGuru #Morbi #GujaratNews