ગત વર્ષની સરખામણીમાં પરિણામમાં 0.35 ટકાનો વધારો, જિલ્લાની 43 શાળાઓનું 100 ટકા પરિણામમોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું એકંદર પરિણામ 89.13 ટકા આવ્યું છે. ગત વર્ષ 2025માં મોરબી જિલ્લાનું પરિણામ 88.78 ટકા હતું, આમ આ વર્ષે પરિણામમાં 0.35 ટકાનો સુધારો જોવા મળ્યો છે.પરિણામની આંકડાકીય માહિતીમોરબી જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 12300 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 12166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તે પૈકી 10843 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં સફળ રહ્યા છે.ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓનું પ્રદર્શનજિલ્લામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા મોટી સંખ્યામાં ઊંચા ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગ્રેડ મુજબ માહિતી નીચે મુજબ છે: ● A1 ગ્રેડ: 1139● A2 ગ્રેડ: 2034● B1 ગ્રેડ: 2260● B2 ગ્રેડ: 2336● C1 ગ્રેડ: 1967● C2 ગ્રેડ: 1023● D ગ્રેડ: 84 જયારે પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં E1 ગ્રેડ મેળવનાર 918 અને E2 ગ્રેડ મેળવનાર 405 વિદ્યાર્થીઓ છે.શાળાઓનું પરિણામમોરબી જિલ્લાની 43 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી માત્ર 2 જ શાળાઓ છે. રાહતની વાત એ છે કે 0 ટકા પરિણામ ધરાવતી એક પણ શાળા મોરબી જિલ્લામાં નોંધાઈ નથી.કેન્દ્ર મુજબ પરિણામમોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોના પરિણામની ટકાવારી જોઈએ તો સિંધાવદર કેન્દ્ર 97.19 ટકા સાથે સૌથી મોખરે રહ્યું છે. અન્ય કેન્દ્રોનું પરિણામ નીચે મુજબ છે:● મોરબી: 88.71%● વાંકાનેર: 87.12%● ટંકારા: 94.11%● જેતપુર (મચ્છુ): 79.88%● સિંધાવદર: 97.19%● હળવદ: 91.02%● ચંદ્રપુર: 88.46%● ચરાડવા: 79.41%● પીપળીયા: 83.77%● પીપળીયા રાજ: 95.49%#Morbi #MorbiUpdate #SSCResult2026 #GujaratBoard #GSEB #MorbiNews #EducationNews #Class10Result #MorbiDistrict