વર્ષ 2020મા સૌથી વધુ 43 ઇંચ અને 2018મા સૌથી ઓછો 9 ઈંચ જ વરસાદ વરસ્યો હતોમોરબી : છેલ્લા વર્ષોમાં વરસાદની પેટર્ન બદલાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 20 ઈંચ જેટલો વરસાદ વરસતો આવ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં એક દાયકામાં સરેરાશ 9 ઇંચથી 40 ઈંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં ટંકારા અને મોરબી વરસાદના હબ બન્યા હોય તેવી સ્થિતિમાં બન્ને તાલુકામાં સમગ્ર જિલ્લાના સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે.સામાન્ય રીતે વરસાદ અને વૃક્ષને સીધો સંબંધ હોવાનું તેમજ પ્રદુષણની અસર વરસાદ ઉપર પડતી હોવાનો સામાન્ય ચર્ચાઓ અને તારણો વચ્ચે સિરામિક નગરી મોરબી જિલ્લામાં છેલ્લા દસ વર્ષના આંકડા કઈક અલગ જ કહાની વર્ણવી રહ્યા છે. સિરામિક નગરીમાં પ્રદુષણનું પ્રમાણ વધુ હોવા છતાં અહીં સૌથી વધુ વરસાદ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એવા મોરબી, ટંકારા અને વાંકાનેરમા નોંધાઇ રહ્યો છે.માળીયા મિયાણા દરિયા કિનારે આવેલ હોવા છતાં અહીં દરિયાઈ ભેજની કોઈ અસર ન હોય વરસાદ ઓછો પડી રહ્યો છે. તો હરિયાળીથી ઘેરાયેલ હળવદમા ટંકારા અને મોરબીથી ઓછો વરસાદ નોંધાઇ રહ્યો છે.વર્ષ મુજબ મોરબી જિલ્લામા વરસાદની સ્થિતિ જોવામાં આવે તો વર્ષ 2018મા મોરબી જિલ્લામાં સરેરાશ માત્ર 9 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2020મા મેઘરાજાએ સાંબેલાધારે વરસાદ વરસાવતા મોરબી જિલ્લામાં 43.40 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો. એકંદરે મોરબી જિલ્લામાં સરેરાશ 27 ઈંચ જેટલો વરસાદ છેલ્લા એક દાયકામાં વરસી રહ્યો હોય દિવસે ને દિવસે ખેતીવાડીથી લઈ અન્ય ક્ષેત્રમા પણ સારા વરસાદના ફાયદા જોવા મળી રહ્યા છે.2025 (28 જૂન સુધીનો વરસાદ)હળવદ - 165માળીયા (મી) - 131મોરબી - 197ટંકારા - 218વાંકાનેર - 262સરેરાશ - 194