મોરબી : ગુજરાત સરકાર દ્વારા દર મહિને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીઓનું મુલ્યાંકન મુખ્યમંત્રીના કાર્યાલય ખાતેથી ઓનલાઇન પોર્ટલ CM-DASH BOARD દ્વારા થતું હોય છે. જેમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી-2025 અંતીત વસુલાતની કામગીરીમાં મોરબી જિલ્લો ગુજરાત રાજયમા બીજા ક્રમે આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં માંગણું 20,07,08,064 હતું જેમાં 9,53,02,759 રૂપિયાની વસુલાત કરી હતી. એટલે કે બાકી માંગણાની 47% વસુલાત કરવામાં આવી હતી.જે.એસ. પ્રજાપતીએ જાન્યુઆરી-2025 થી સમગ્ર રાજ્યમાં વસુલાત બાબતે બીજા ક્રમે મોરબી જિલ્લાને લાવીને જિલ્લા પંચાયત મોરબીના તમામ સ્ટાફાનું ગૌરવ વધાર્યું છે. આવી ઉત્કૃષ્ટ કામગીરીનો શ્રેય જિલ્લા વિકાસ અધિકારીએ તેમની ટીમમાં સામેલ દરેક અધિકારી/કર્મચારીના અમુલ્ય ફાળા વગર શક્ય નથી તેમ જણાવ્યું હતું. આમ જિલ્લા પંચાયતના દરેક અધિકારી તેમજ પાયાના દરેક કર્મચારીની મહેનતથી માર્ચ-2025 અંતીત મોરબી જિલ્લો વસુલાત બાબતે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા સઘન પ્રયત્ન હાથ ધરવામા આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.