૨૪ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન નવરાત્રી મહોત્સવનું આયોજન: રાત્રે ૮ થી ૯ વાગ્યા સુધીમાં પાસ મેળવી લેવાનો રહેશેમોરબી: મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજની બહેનો અને દીકરીઓ ગરબાની પરંપરા જાળવી રાખે તે હેતુથી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન, ત્રણ દિવસીય રાસ-ગરબાનું આયોજન ન્યુ પેલેસ, મોરબી-૨ ખાતે રાત્રે ૮.૦૦ કલાકે કરવામાં આવ્યું છે.આ નવરાત્રી મહોત્સવમાં રાસ-ગરબામાં ઉત્સાહ વધારવા માટે વિવિધ પ્રોત્સાહક ઇનામો પણ રાખવામાં આવ્યા છે, જેમાં 'પ્રિન્સેસ', 'રનર્સ પ્રિન્સેસ', 'લિટલ પ્રિન્સેસ', 'રનર્સ લિટલ પ્રિન્સેસ', 'ટ્રેડિશનલ ડ્રેસ', 'બેસ્ટ ડ્રેસ', 'બેસ્ટ સ્ટાઇલ' અને 'સરપ્રાઈઝ ઇનામ' નો સમાવેશ થાય છે.આ કાર્યક્રમ સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર અને જયદિપ એન્ડ કંપની - વવાણીયા (મોરબી) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે, જ્યારે ડી.એસ. ઝાલા સાહેબ, દેવ સોલ્ટ પ્રા. લિ. માળીયા (મી.) કો-સ્પોન્સર છે. તેમજ આ પ્રસંગે રાજમાતાશ્રી વિજયકુંવરબા સાહેબ ઓફ મોરબી, રાજવી પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા, પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા તેમજ સમસ્ત મોરબી જિલ્લા રાજપૂત સમાજના આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.નોંધનીય છે કે, રાસ-ગરબામાં ભાગ લેવા ઈચ્છુક બહેનોએ રાત્રે ૮ થી ૯ વાગ્યા સુધીમાં પાસ મેળવી લેવાનો રહેશે. તેમજ આ નવરાત્રી મહોત્સવ માત્ર રાજપૂત સમાજના પરિવારો માટે જ છે, અને અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્યારે આયોજકોએ મોરબી જિલ્લા રાજપૂત સમાજના દરેક પરિવારને આ શુભ પ્રસંગે કુટુંબ સહિત પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.