મોરબી : મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા તાલુકાઓમાંથી ચુવાળીયા કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની મોરબી ચુવાળીયા કોળી ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે મિટીંગ મળી હતી. મોરબી સામાકાંઠે જિલ્લા સેવા સદનની બાજુમાં આવેલ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે સમાજના આગેવાનોની મિટીંગ મળી હતી. જેમાં સર્વાનુમતે જગદીશભાઈ બાંભણીયાને મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતભાઇ ઠકરાની, અમિતભાઈ અગેચાણીયા, દેવજીભાઈ ગણેશીયા, ધનજીભાઈ શંખેશ્વરીયા, જેન્તીભાઇ જંજવાડીયા, તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈ પાટડીયા માળીયા મી., હરીપર ગામ પંચાયતના સરપંચ જેસલભાઇ ભીમાણી, હજનાળી ગામ પંચાયતના સરપંચ મહેશભાઈ પારેજીયા, ભરતભાઇ પરમાર, વિનોદભાઈ ખાખરીયા, લાલજીભાઈ કીડીયા, ગોપાલભાઇ સીતાપરા, લખમણભાઇ વરાણીયા, સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આગામી ટૂંક સમયમાં સમાજના સર્વાંગી વિકાસ માટેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે તેવું જગદીશભાઈ બાંભણિયાની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..